Dharti Vikas Matrimony

About Dharti Vikas

             

-:APPLICATION (એપ્લીકેશનમાં) ખોલવા માટેની રીત:-

(૧) સ્ટોરમાં જઈ DHARTI VIKAS MANDAL લખવું.

(૨) બળદ-ખેડૂતના ચિત્રવાળી એપ્લીકેશન ડાઉનલોડ કરવી.

                          

(૩) મેટ્રીમોનીના સફેદ ભાગ પર ક્લિક કરી મોબાઈલ નંબર લખી LOG

     IN કરો અને જે OTP આવે તે લખી નીચે  verify પર ક્લિક કરો.

(૪) જો email પૂછે તો તે લખીને NEXT આપવું.

(૫) સામેવાળા કસ્ટમરના બાયોડેટા સર્ચ કરવા માટે Search Biodataમાં 

     જઈ લાગુ પડતા option ભરી સર્ચ કરવું.

 


 

 

                                                                                                    સંસ્થા પરિચય અને પ્રવૃત્તિઓ

         “ધરતી વિકાસ મંડળ” ગુજરાતની એક અગ્રણી સામાજિક સંસ્થા તરીકે સુપ્રતિષ્ઠિત છે. આ સંસ્થા છેલ્લા ૬૫ વર્ષથી સમાજસુધારાની અને સમાજોત્કર્ષની પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત છે.

       આ સંસ્થાની સ્થાપના ઈ.સ. ૧૯૪૪માં અમદાવાદમાં થઈ. એ સમયે સમાજસુધારાના પ્રધારકાર્યને લોકો સુધી પહોંચાડવા માટે સંસ્થાને એક મુખપત્રની જરૂરિયાત જણાતાં ઈ.સ. ૧૯૪૭માં શ્રી ચન્દ્રવદન લશ્કરીના તંત્રીપદે ‘ધરતી' માસિકની શરૂઆત થઈ. આ માસિકે તેની દીર્ઘયાત્રા દરમિયાન અનેક ચઢાવ-ઉતાર વચ્ચે પણ સમાજસુધારાની પ્રવૃત્તિને વેગ આપવામાં અતિ મહત્વનો ફાળો આપ્યો છે.

         ધરતી વિકાસ મંડળે સમાજમાં કુરિવાજોની નાબૂદી અને વૈચારિક જાગૃતિ માટે આરંભકાળમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા સાથે રહી સુધારાની અનેક પ્રવૃત્તિઓ કરી હતી. આ બન્ને સંસ્થાઓએ આ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં અનેક ગામોમાં સમાજયાત્રાઓ  યોજીને સુધારાનો નાદ ગુંજતો કર્યો હતો.

Prospective Grooms

Prospective Brides