DHARTI VIKAS MANDAL Contact Us | Email
Forgot Password? / Get Registered      
  • Click here to print Activities
ધરતી વિકાસ મંડળ, અમદાવાદ

સંસ્થા પરિચય અને પ્રવૃત્તિઓ

મહિલા જાગૃતિ મંડળ

સમાજ સુધારના અને વિકાસના કાર્યને વેગવંતુ બનાવવા માટે આ સંસ્થાનું 'મહીલા જાગ્રતિ મંડળ' મહિલાવિકાસની નીચે મુજબની અનેકવિધ પ્રવુતિઓ ચલાવે છે.
મહિલા ઉધોગ મંદિર
આ વિભાગમાં બહેનોને રોજગારી આપે તેવી ૧૫ જેટલી વ્યાવસાયિક પ્રવુતિઓની તાલીમઆપવામાં આવે છે. જેમાં કોમ્પ્યુટર ટ્રેઈનિંગ,સીવણ ડિપ્લોમા એમ્બ્રોઈડરી અને ફ્રેન્સી વર્ક, બ્યુટી પાલર,કૂકિંગ,ડ્રોઈંગ વર્ક,ગ્લાસ પેઈનિટંગ,મહેંદી,મોતીકામ,ખાટલા વર્ક,ન્રુત્ય,ઈંગ્લીશ સ્પીકિંગ વગેરે વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમોનું પધ્ધતિસર શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થામાં તાલીમપાત્ર કરનાર બહેનો સીવણ ડિપ્લોમા અને ટીટીએનસી વગેરેની પરીક્ષા આપી શકે છે.કોમ્પ્યુટર સેન્ટરમાં વિવિધ પ્રકારના અભ્યાસક્ર્મોનું શિક્ષણ અપાય છે.
મહિલા સ્વાવલંબન કેન્દ્ર
સંસ્થા સમાજની બહેનો આર્થિક રીતે પગભર બને એ માટે મહિલા સ્વાવલંબન કેન્દ્ર ચલાવે છે. આ કેન્દ્રમાં બહેનો દ્રારા જુદાં-જુદાં ફરસાણ,ખાખરા,ચોખ્ખા ઘીની મીઠાઈઓ તેમજ સીઝન મુજબ અથાણાં વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે.
લગ્નસહાયક કેન્દ્ર

વતૅમાન સમયમાં નોકરી-ધંધા માટે દૂર દૂર વસતા પાટીદાર સમાજના પરિવારનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓને મદદરુપ થવા લગ્નસહાયક કેન્દ્ર કાયૅરત છે.જેમાં તેમના બાયોડેટા ફોમૅ સાથે મળેલ માહિતી 'ધરતી' માસિકમાં પ્રકાશિત કરવામાં આવે છે.દર ચાર માસે કેન્દ્ર લગ્ન પસંદગીમેળાઓ યોજે છે.જેમાં યુવક-યુવતીઓની માહિતીવાળી ડિરેકટરી પ્રગટ કરીને વાલીઓને આપવામાં આવ છે. આ કેન્દ્ર સોમથી શનિ ૧૨-૦૦ થી -૫-૦૦ અને રવિવારે ૧૨-૦૦ થી ૪-૦૦ સુધી ખુલ્લું હોય છે.
સમુહલગ્ન અને સાદાં લગ્નની યોજનાઓ

સંસ્થા સમાજના આર્થિક રીતે નબળા નાગરિકોને માટે જુદી-જુદી ચાર સાદાંલગ્નની યોજનાઓ દ્રારા સામાન્ય ખર્ચથી લગ્ન કરી આપે છે.જેમાં લગ્નહોલ,લગ્ન વિધિ તેમજ સાધનસામગ્રીની સુવિધા આપવામાં આવે છે.સાદાં લગ્નની યોજનાઓની વિગત સંસ્થાની ઓફિસમાંથી મળી રહેશે.
કોમ્પ્યુટર તાલિમકેન્દ્વ
ધરતી વિકાસ મંડળ આજના સમયની જરુરિયાતને લક્ષમાં લઈ કોમ્પ્યુટર તાલીમકેન્દ્ર ચલાવે છે.જેમાં વિન્ડોઝ ઓ.એસ., એમ.એસ.ઓફિસ,ટેલી અને અન્ય એકાઉન્ટીંગ સોફટવેર,ડીટીપી અને ઈન્ટરનેટ વગેરેની સધન તાલીમ આપવામાં આવે છે. કેન્દ્રનું સંચાલન કોમ્પ્યુટરનાં નિષ્ણાત બહેનો દ્રારા કરવામાં આવે છે.
સંસ્થાના નવા મકાનમાં હોલ, તેમજ અતિથિરૂમોની સગવડ

લગ્ન પ્રસંગે તથા બીજા પ્રસંગોએ સંસ્થાના નવા મકાનમાં ત્રણ મધ્યમ હોલ,ત્રણ નાના હોલ, તેમજ રહેવા માટે અઘતન સુવિધાઓ સાથેની ૧૦ રુમો પ્રાપ્ય છે.
વડીલ વૃંદાવન

સંસ્થામાં નિવ્રત વડીલોનું 'વડીલ વ્રુંદાવન ચાલે છે,જયાં વડીલોને બધી જરુરી સગવડો અપાય છે.વડીલ દરરોજ સાંજે ૫ થી ૭ દરમિયાન મળે છે,વિવિધ પ્રકારના વિષયો પર ચર્ચાઓ કરે છે તેમજ વિવિધ રચનાત્મક પ્રવુતિઓ નિવ્રતિની પળોનો આનંદ માણે છે. તેઓ પ્રવાસનું આયોજન કરે છે,સંસ્થાઓની મુલાકાતે જાય છે. વાર્ષિક સંમેલન પણ યોજે છે. આ વડીલો સંસ્થાની અનેકવિધ પ્રવુતિઓમાં સહકાર આપવા તત્પર રહે છે.
ધરતી મlસિક્નુ નિયમિત પ્રકાશન

સંસ્થાનું મુખપત્ર 'ધરતી' માસિક છેલ્લાં ૬૩ વષૅથી નિયમિત પ્રસિદ્ધ થાય છે.આ માસિકે તેના આરંભકાળથી સમાજમાં વ્યાત્ર કુરુઢિઓની નાબૂદી,સામાજિક સુધારા અને સમાજોત્કષૅની પ્રવુતિઓને વાચા આપવામાં અગ્રેસર રહ્યું છે.તેમાં સામાજિક જાગ્રુતિ અને વિકાસ માટેના પ્રેરણાદાયી લેખો પ્રગટ થતા રહ્યાં છે,જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.સામાજિક ક્રાંતિના ઉદેશને વરેલા આ માસિકને આરંભથી ઉત્તમ પ્રકારના તંત્રીઓ અને ઉચ્ચ કોટીની સામાજિક સાહિતિયક પ્રતિભા ધરાવતા અનેક લેખકોનો સહયોગ મળતો રહ્યો છે,જેના પરિણામે આ માસિક પાટીદાર સમાજને પ્રગતિના પંથે લઈ જવામાં સમાજના પ્રહરી અને રાહબર તરીકેની ભૂમિકા ભજવતું રહ્યું છે.પાટીદાર સમાજનું કોઈ માસિક આટલાં બધાં વષોથીપ્રકાશિત થતું રહ્યું હોય એવું જાણતાં નથી.'ધરતી'માસિકના હાલમાં ૧૪૦૦૦ ઉપરાંત સભ્યો છે અને દર વષૅ તેમાં વધારો થતો રહ્યો છે.
સંસ્થાની ભાવિ પ્રવૃત્તિઓ

સંસ્થાની પ્રવુતિઓનો વ્યાપ દર વષ વધ્તો રહ્યો છે.ભાવિ યોજનામાં સંસ્થામા અતિથિભવન અન્ન્પુર્ણાભવન ટિફિન વ્યવસ્થા જેવી પ્રવુતિઓ કરવાનું આયોજન છે. આ અંગે સંસ્થાના નવા મકાનની પાછળ આવેલ જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ છે.

 

ધરતી વિકાસ મંડળ

પ્રતિમાપાર્ક સોસાયટી, વિજયનગર પેટ્રોલપંપ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
ફોન ; (૦૭૯) ૨૭૪૭૯૮૦૪